મોરબી ભક્તિનગર સર્કલ દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીક દેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી સીએનજી રીક્ષા અટકાવી તલાશી લેતા રિક્ષામાંથી 300 લીટર દેશીદારૂ સાથે રાજકોટ રામનાથપરામાં રહેતો
મુનાભાઇ લાલજીભાઇ વઢીયારા અને મોરબીનો રવીભાઇ ઉર્ફે બુચીયો દેવજીભાઇ સાથલીયા ઝડપાઇ ગયા હતા.

- text

પોલીસે આ મામલે સી.એન.જી રીક્ષા નં.GJ.6.XX.2704 કિ.રૂ.50000 કબ્જે કરી દેશીદારૂ લીટર 300 કિંમત રૂપિયા 6000 સહિત કુલ 56000નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text