વાંકાનેરના કોઠારીયામાંથી દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

- text


પોલીસે 47 બોટલ વિદેશી દારૂ અને બિયરના 24 ટીન કબ્જે કર્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે કોઠારીયા ગામે દરબારગઢ શેરીમાં આરોપી મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 47 કિંમત રૂપિયા 19125 અને ટુબર્ગ બ્રાન્ડ બિયરના 24 ટીન કિંમત રૂપિયા 2400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

જો કે, દરોડા દરમિયાન મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલા હાથ ન લાગતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text