મોરબીના ત્રાજપરમાં જુગારના બે દરોડામાં પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

- text


રામજીમંદિર નજીક જાહેરમાં પાના ટીચતા પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ – અલગ બે દરોડામાં પાંચ મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં ત્રાજપર ખારી રામજીમંદિર નજીક તિનપતિની બાજી માંડનાર કુકીબેન લખમણભાઇ સીરોહીયા, મંજુબેન ધીરૂભાઇ રાઠોડ અને કાશીબેન લવજીભાઇ સુરેલા રોકડા રૂ.૧૫૦૦ સાથે ઝડપાઇ ગયા હતા.

- text

જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે ત્રાજપરખારી મેઇન બજાર વજીબેનના મકાન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા વિજયભાઇ રમેશભાઇ બારૈયા, લખમણભાઇ સોમાભાઇ મકવાણા, મુકતાબેન કાંતિભાઇ મોરવાડીયા અને જ્યોતિબેન દિલીપભાઇ સુરેલાને રોકડા રૂપિયા ૨,૩૮૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text