કૃષિ ઉપજની પડતર કિંમત પર નફો લગાવીને ચુકવણી કરવા ભારતીય કિસાન સંઘની માંગ

- text


મોરબી જિલ્લાના તાલુકાઓમાં ઉચ્ચકક્ષાએ આવેદન અપાયું

મોરબી : પડતર કિંમત પર નફા સાથેના ભાવ નિશ્ચિત કરવા બાબતે ભારતીય કિસાન સંઘના દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) એમ પાંચેય તાલુકામાં કિસાન સંઘે રજૂઆત કરેલી છે.

- text

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે ખેડૂતોને તેની ઉપજના ભાવની પડતર કિંમત પર નફો લગાવીને ચુકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કાયદાકીય જોગવાઈ કરવા ઉપરાંત તેના અમલીકરણની પ્રક્રિયા જણાવવામાં આવે. જેથી, ખેડૂતોને સરકારની મદદથી પોતાની કૃષિ ઉપજના પુરતા ભાવ મળી શકે, તેવી માંગ કરવામાં આવી છે.

- text