હળવદમાં જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ

- text


વિવિધ હોદ્દેદારોની નિમણૂક અપાઇ : જિલ્લાની ત્રણેય બેઠક જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

હળવદ: આજરોજ હળવદ તાલુકાના રાણેકપર ગામે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી વિભાગમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી સાથે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો જીતવા કાર્યકર્તાઓને અત્યારથી જ કામે લાગી જવા હાજર રહેલ કોંગ્રેસના અગ્રણીઓએ હાકલ કરી હતી.

હળવદના રાણેકપર ગામે યોજાયેલ જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારીની બેઠકમાં હાજર રહેલ પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા સાથે જ કોંગ્રેસની સરકારમાં થયેલ વિવિધ કામો એક-એક મતદાર સુધી પહોંચે તેવી કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી ડો.દિનેશભાઇ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલ,મહામંત્રી વિનોદભાઈ ડાભી,હેમાંગભાઈ રાવલ,કાંતિભાઈ બાવરવા, મહિપાલ સિંહ રાણા,ધર્મેન્દ્રભાઈ પટેલ,ડો.કે.એમ રાણા,જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીર સહિત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ જીલુભાઈ પરમાર અને ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ બાબરીયા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ હતી.

- text