વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવાના ભાજપ-કોંગ્રેસના દાવા

- text


વર્ષોથી યાર્ડ કોંગ્રેસ પાસે જ છે અને રહેશે : કોંગ્રેસ

માર્કેટિંગ યાર્ડ જીતવાનો દાવો કરતું ભાજપ

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી આજે યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો.ખેડૂત પેનલમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી જ ટક્કર હોય બન્ને પક્ષ દ્વારા યાર્ડની ચુંટણી જીતવા દાવા કરવામાં આવ્યા હતા.પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે એડીચોટીની તાકાત લગાવી હતી.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં 854 જેટલા મતદારોએ આજે મતદાન કર્યું હતું.આ ચૂંટણીમાં ખેડૂત પેનલમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને હતા. મોરબી જિલ્લાના દિગ્ગજ નેતાઓ વાંકાનેર યાર્ડ ખાતે જોવા મળ્યા હતા.ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે વાંકાનેરના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે.વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલ માર્કેટિંગ યાર્ડ જીતવાનો દાવો ભાજપે કર્યો હતો.વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલ વાંકાનેર તાલુકા પંચાયત આ વખતે ભાજપે હસ્તગત કરતા ભાજપ ગેલમાં આવી ગયું હતું અને તેઓ પરિવર્તન કરશે તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- text

જ્યારે કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે વર્ષોથી યાર્ડ કોંગ્રેસ પાસે જ છે અને રહેશે.ભાજપને સહકારી ક્ષેત્રે કંઈ લેવા દેવા નથી પરંતુ આ ચૂંટણી કોણ જીતાવી આપે છે તેના પર આધાર રાખી આગામી વિધાનસભાની ટીકીટ નક્કી કરશે તેવો કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો.

- text