મોટી બરારના શિક્ષક દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલના શિક્ષક હર્ષદભાઈ જી.બોડાના પુત્ર વેદાંશના જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય એવી સ્ટેશનરી કીટ આપીને જન્મદિવસ ઉજવ્યો હતો.

મોડેલ સ્કૂલ-મોટીબરાર,તા.માળીયામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ જી.બોડાના પુત્ર વેદાંશનો આજ તા.8ના રોજ જન્મદિવસ હોવાથી તેમણે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી શાળામાં કરી હતી.તેઓએ શાળાના તમામ બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય એવી સ્ટેશનરી કીટ આપીને ઉજવણી કરી હતી.શાળાના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર અને શાળાના બાળકો દ્વારા વેદાંશને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text