મોરબી પાલિકા સામેના પાર્કિગમાં ખડકાયેલા ગંદકીના ગંજ અંતે દૂર કરાયા

- text


રાજ્યમંત્રી મેરજાએ પાલિકાને સૂચના આપી તાત્કાલિક ધોરણે ગંદકીને દૂર કરાવી

મોરબી : મોરબી નગરપાલિકા કચેરી સામે આવેલ ગાંધીચોકના પાર્કિગમાં ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ ગંભીર સમસ્યા ધ્યાને આવતા રાજયમંત્રી મેરજા હરકતમાં આવ્યા હતા અને તેઓએ નગરપાલિકા તંત્રને કડક સૂચના આપી તાત્કાલિક ધોરણે અહીંયા વ્યાપેલી ગંદકીને દૂર કરાવી છે.

મોરબી નગરપાલિકા કચેરી સામે આવેલ ગાંધીચોકના પાર્કિગમાં મગજ ભમી જાય તે હદે વર્ષોથી ગંદકીના થર જામ્યા હતા. આસપાસના અમુક લોકો અહીં કચરો ઠાલવતા હોવાથી બેસુમાર ગંદકી ફેલાય હતી. લાંબા સમયથી આ ગંદકીનો ગંભીર પ્રશ્ન નજર સામે જ હોવા છતાં કોઈ નકરર કાર્યવાહી ન થતા પાલિકા તંત્ર સામે સ્થાનિકોએ ઉકળાટ ઠાલવ્યો હતો અને સ્થાનિક લોકોને આ ગંદકીને કારણે જીવવું હરામ થઈ ગયું હોવાની પણ સોશ્યલ મીડિયામાં હૈયાવરાળ ઠાલવી હતી. સોશ્યલ મીડિયા મારફતે આ ગંભીર પ્રશ્ન ધ્યાને આવતા રાજ્યમંત્રી મેરજાએ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવાની સૂચના આપીને ગંદકીનો પ્રશ્ન હલ કર્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text