છ ગુન્હેગારોને પાસા હેઠળ જેલ ભેગા કરતી મોરબી પોલીસ

- text


મોરબી : મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, પ્રોહીબીશન અને ચોરી સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ છ ગુન્હેગારોને મોરબી પોલીસે પાસા હેઠળ અલગ – અલગ જેલમાં ધકેલી દીધા છે.

મોરબીના જુદા – જુદા પોલીસ મથક હેઠળ ચોરી, પ્રોહીબિશન અને મારામારી સહિતના ગુન્હામાં સંડોવાયેલા છ ગુન્હેગારો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા દ્વારા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા કુલ ૬ (છ) ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરતા એલસીબી ટીમની આગેવાની હેઠળ અલગ – અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા છએય ગુન્હેગારોને ઝડપી અલગ – અલગ જેલમાં મોકલી આપ્યા છે.

પાસા હેઠળ પોલીસે મોરબીના સલીમ ઉર્ફ સલો જુસબભાઇ કટીયા, નીજામ જુસબભાઇ કટીયા, મોરબીના લાલપરમાં રહેતો ગૌતમ ઉર્ફ ગવો ટપુભાઇ ડાભી, મોરધરા થાનગઢનો રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા, ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા, માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામનો જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખીને પકડી પાડી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તમામ શખ્સો મોરબી જીલ્લામાં પ્રતિબંધીત અંગ્રેજી દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ કરતા હોય તેમજ શરીર સબંધી મારામારી, મિલ્કત સબંધી ચોરીના ગુના આચરતા હોય જેઓને પાસા તળે પકડી અલગ અલગ જેલ હવાલે કરવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text