રાજપર (કું) ગામે સોનુ ધોવાના બહાને છેતરપીંડી કરતી બેલડી ઝડપાઈ

- text


અગાઉ પણ કસબ અજમાવ્યો હોવાથી લોકોએ બન્નેને પકડીને પોલીસની હવાલે કર્યા

મોરબી : મોરબીના રાજપર (કું) ગામે સોનુ ઘોવાના બહાને બે શખ્સોએ છેતરપીંડી કરવા માટે પેતરો રચ્યો હતો.જો કે આ બન્ને શખ્સોએ અગાઉ પણ આ રીતે કસબ અજમાવ્યો હોવાથી લોકો આ બન્નેને ઓળખી જતા બીજી વખત કસમ અજમાવવો ભારે પડ્યો હતો.લોકોએ આ બન્નેને પકડીને પોલીસની હવાલે કરી લીધા હતા.

મોરબીના રાજપર (કું) ગામે આજે સોનુ ધોવાના બહાને કળા કરવા માટે બે શખ્સો ઘુસ્યા હતા. આ બન્ને શખ્સો સોનુ ધોવાના બહાને સોનુ ઓગાળીને છેતરપિંડી કરતા હોવાની ગંભીર બાબત સામે આવી હતી.જેમાં અગાઉ પણ આ બન્ને શખ્સો આ ગામમાં આવ્યા હતા અને ત્રણ મહિના પહેલા આ ગામના એક ઘરમાં સોનુ ધોવાના બહાને સોનુ ઓગાળીને પોણા તોલા સોનુ લઈને ફરાર થઈ ગયા હતા. આથી આજે ફરી બીજી વખત આ રીતે બન્ને કસબ અજમાવવા આવતા ગામલોકોએ બન્નેને ઓળખી લીધા હતા. આ બન્ને શખ્સોએ અગાઉ જે ઘરે કળા કરી હતી તે જ ઘરે આજે જતા ગામલોકો એકઠા થઇ ગયા હતા અને સરપંચ મનોજભાઈ ધોરીયાણી સહિતના ગામલોકોએ બન્ને ઠગબાજોને ઝડપી લઈ 100 નંબરમાં ફોન કરીને પોલીસને સોંપી દીધા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text