MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.434 અને ચાંદીમાં રૂ.1,734નો ઘટાડો

- text


ક્રૂડ તેલ, કપાસ, કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સાર્વત્રિક સુધારોઃ રબરમાં નરમાઈનો માહોલ
બુલડેક્સ ફ્યુચર્સમાં 288 પોઈન્ટ,મેટલડેક્સ ફ્યુચર્સમાં 369 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 370 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા,ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 31 ડિસેમ્બરથી 6 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 20,18,275 સોદાઓમાં કુલ રૂ.1,58,031.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 288 પોઈન્ટ,બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 369 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 370 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 7,81,443 સોદાઓમાં કુલ રૂ.45,977.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,946ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,169 અને નીચામાં રૂ.47,400 સુધી જઈ,સપ્તાહનાં અંતે રૂ.434 ઘટી રૂ.47,451ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.287 ઘટી રૂ.38,218 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.4,761ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,400ના ભાવે ખૂલી,સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,717 અને નીચામાં રૂ.60,200 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,734 ઘટી રૂ.60,426 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,688 ઘટી રૂ.60,735 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,706 ઘટી રૂ.60,732 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,44,954 સોદાઓમાં કુલ રૂ.37,594.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,706ના ભાવે ખૂલી,સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,975 અને નીચામાં રૂ.5,544 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.164 વધી રૂ.5,899 બોલાયો હતો,જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.80 વધી રૂ.286.80 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 18,976 સોદાઓમાં રૂ.2,054.74 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,922ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.2048 અને નીચામાં રૂ.1922 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.87.50 વધી રૂ.2,010.50 બંધ થયો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,000 અને નીચામાં રૂ.15,903 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.889 ઘટી રૂ.15,972ના ભાવે બંધ થયો હતો. સીપીઓ જાન્યુઆરી

કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,076.10ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1095 અને નીચામાં રૂ.1076.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.21.80 વધી રૂ.1090.10 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.51.60 વધી રૂ.1043.70 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,490 વધી રૂ.35,590બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,23,578 સોદાઓમાં રૂ.18,751.22 કરોડનાં 39,178.667 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,57,865 સોદાઓમાં કુલ રૂ.27,226.69 કરોડનાં 4,404.613 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,30,598 સોદાઓમાં રૂ.20,645.11 કરોડનાં 3,59,59,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,14,356 સોદાઓમાં રૂ.16,949.78 કરોડનાં 60,22,42,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 63 સોદાઓમાં રૂ.2.81 કરોડનાં 284 ટન અને કોટનના વાયદાઓમાં 17,026 સોદાઓમાં રૂ.1,952.16 કરોડનાં 554850 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,653 સોદાઓમાં રૂ.68.36 કરોડનાં 664.2 ટન, રબરના વાયદાઓમાં 100 સોદાઓમાં રૂ.1.95 કરોડનાં 118 ટનના વેપાર થયા હતા.સીપીઓના વાયદાઓમાં 134 સોદાઓમાં રૂ.29.46 કરોડનાં 2,710 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,363.182 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 883.213 ટન, ક્રૂડ તેલમાં 12,86,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,05,32,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 160 ટન, કોટનમાં 178100 ગાંસડી, મેન્થા તેલમાં 416.52 ટન, રબરમાં 107 ટન, સીપીઓમાં 36,610 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 18,889 સોદાઓમાં રૂ.1,610.49 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 8,874 સોદાઓમાં રૂ.699.71 કરોડનાં 9,950 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 8,137 સોદાઓમાં રૂ.771.86 કરોડનાં 8,912 લોટ્સ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,878 સોદાઓમાં રૂ.138.92 કરોડનાં 1,933 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,496
લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 805 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 171 પોઈન્ટના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,124ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,178 અને નીચામાં 13,890ના સ્તરને સ્પર્શી, 288 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 185 પોઈન્ટ ઘટી 13,915ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,218ના સ્તરે ખૂલી, 369 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ વધી 17,257ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,660ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 5,940 અને નીચામાં 5,570 બોલાઈ, સપ્તાહ દરમિયાન 370 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 166 પોઈન્ટ વધી 5,875ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,39,898 સોદાઓમાં રૂ.48,703.24 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,375.57 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.487.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43,808.56 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ.2.96 કરોડનાં 40 ટન અને નિકલના ઓપ્શન્સમાં રૂ.27.90 કરોડનાં 177 ટનનાં કામકાજ થયાં હતાં, જ્યારે જસતના ઓપ્શન્સમાં 15 ટનનું વોલ્યુમ નોંધાયું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text