વજેપરવાડી પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

- text


મોરબીના વોર્ડ નં. 8થી 11ના નાગરિકોના લાભાર્થે આયોજન

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નં.8,9,10 અને 11ના નાગરિકો માટે તથા જાહેર જનતાના લાભાર્થે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરી તરત જ જમા કરાવી શકાય છે.આ ઉપરાંત શ્રમિકોને શ્રમકાર્ડ પણ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં.8,9,10 અને 11ના નાગરિકો માટે તથા જાહેર જનતાના લાભાર્થે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ તા.7ને શુક્રવાર વજેપરવાડી પ્રાથમિક શાળા, સમય ગેટ પાસે શનાળા રોડ મોરબી ખાતે સવારના 9 થી 5 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેવાનો છે.

આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓની એક જ સ્થળે માહિતી મેળવી ફોર્મ ભરી શકાય છે.આ ઉપરાંત શ્રમિકોને શ્રમકાર્ડ પણ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમારના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા,ચેરમેન નરેન્દ્રભાઈ પરમાર,માવજીભાઈ કંજારીયા,હર્ષદભાઈ કંજારીયા,ચતુરભાઈ દેત્રોજા,સદસ્ય રોહિતભાઈ કંજારીયા,જયંતીભાઈ વિડજા,દિનેશભાઈ કૈલા,શૈલેષભાઈ તેમજ તમામ વોર્ડના આગેવાનો અને પ્રજાજનો ઉપસ્થિત રહેલ છે. તેમ કે. કે. પરમારની યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text