રાજપરમાં લીલાલહેર બાલવાટિકા અને બોટીંગ હાલ પૂરતું બંધ

- text


કોરોના સંક્રમણનું જોખમ ટાળવા માટે રાજપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય જાહેર કરાયો

મોરબી : મોરબી પંથકમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો છે.ત્યારે મોરબી નજીક આવેલ રાજપર ગામમાં લીલાલહેર બાલવાટિકા અને બોટીંગની સુવિધા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણનું જોખમ ટાળવા માટે રાજપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય જાહેર કરાયો છે.

રાજપર ગ્રામ પંચાયત તેમજ લીલાલહેર બાલવાટિકા તરફથી હિતેશભાઈ મારવણીયાએ જણાવ્યું હતું કે, મોરબી નજીક આવેલા રાજપર ગામે તળાવને ગ્રામ પંચાયત તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી સુંદર રીતે વિકાવવામાં આવ્યું છે. તળાવના આસપાસના સ્થળને રમણીય સ્થળ તરીકે વિકસાવી લીલાલહેર બાલવાટિકા બનાવવામાં આવી છે. આ બાગમાં વૃક્ષો તેમજ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી એકદમ નંદનવન જેવું બનાવવામાં આવ્યું છે તેમજ આ ગામના તળાવમાં મોરબીમાં પ્રથમ વખત કહી શકાય એવી બોટીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આથી મોરબી તેમજ આસપાસના લોકો આ ગામે ઉમટી પડે છે. પણ હાલ કોરોનાનું મોટું જોખમ હોય રાજપર ગામે હાલ પૂરતી લીલાલહેર બાલવાટિકા અને બોટીંગની સુવિધા બંધ કરવામાં છે.જેની તમામ લોકો નોંધ લ્યે તેવી અપીલ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text