ટંકારાના લજાઈ પંથકમાં તસ્કરો સક્રિય, કારખાનામાં ચોરીનો પ્રયાસ

- text


કારખાનામાંથી કઈ મુદામાલ હાથ ન લાગતા તસ્કરોનો ફોગટ ફેરો, ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

ટંકારા : ટંકારાના લજાઈ ભીમનાથ મહાદેવ રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સક્રિય થયાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો લજાઈ ભીમનાથ રોડ ઉપર આવેલા એક કારખાનામાં ત્રાટકયા હતા પરંતુ તેમાંથી કઈ મુદામાલ હાથ ન લગતા તસ્કરોને ફોગટ ફેરો થયો હતો. જો કે ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

ટંકારા પંથકના લજાઈ ભીમનાથ રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ પડાવ નાખ્યો હોવાની બાબતને સમર્થન આપતી ઘટના સામે આવી છે. આ ઘટના મામલે જાગૃત નાગરિક ગૌતમભાઈ વામજાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તસ્કરો લજાઈ ભીમનાથ રોડ ઉપર સક્રિય થયા છે. જેમાં બે દિવસ પહેલા તસ્કરોએ ભીમનાથ મંદિરમાં ત્રાટકયા હતા. પરંતુ સદભાગ્યે તસ્કરોની કારી ફાવી ન હતી અને મંદિરમાં ચોરી થઈ ન હતી.

પરંતુ તસ્કરોએ આ રોડ ઉપર કસબ અજમાવવા માટે ફરી ગતરાત્રે લજાઈ ભીમનાથ રોડ ઉપર આવેલ એક કારખાનાને નિશાન બનાવ્યું હતું.પરંતુ આ કારખાનામાંથી કોઈ દલ્લો હાથ ન લાગતા તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જો કે આ ઘટના અહીંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે તસ્કરો આ રોડ ઉપર કોઈ મોટો હાથ મારે તે પહેલાં પોલીસ એક્શનમાં આવે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text