એજ્યુકેશન ઇનોવેસન ફેરમાં રાજ્યકક્ષાએ પસંદગી થતા મીતાણા હાઈસ્કુલના આચાર્યનું સન્માન કરાયું

- text


મોરબીમાં આયોજિત વહિવટી અને શૈક્ષણિક સેમીનારમાં શૈક્ષણિક આગેવાનોના હસ્તે સન્માન

મોરબી : મોરબીમાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વહિવટી અને શૈક્ષણિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર વિદ્યાલય-મીતાણા હાઈસ્કુલના આચાર્ય પ્રવીણચંદ્ર બી. વાટકિયાની એજ્યુકેશન ઇનોવેસન ફેરમાં રાજ્ય કક્ષાએ પસંદગી થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ગત તા. 4ના મંગળવારે સ્વામિનારાયણ ગુરૂકુળ – મોરબી ખાતે મોરબી જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી આયોજિત વહિવટી અને શૈક્ષણિક સેમીનાર યોજાયેલ હતો. આ કાર્યક્રમમા પ્રમુખ સ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ, ઉદ્ઘાટક અને આશિર્વચન નિર્ગુણજીવનદાસ સ્વામીએ આપેલ હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 65 આચાર્ય ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતા.

- text

આ તકે બહુચર વિદ્યાલય-મીતાણા હાઈસ્કુલના આચાર્ય પ્રવીણચંદ્ર બી. વાટકિયાની એજ્યુકેશન ઇનોવેસન ફેરમાં રાજ્ય કક્ષાએ પસંદગી થતા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, મોરબી જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ એલ. વી. કગથરા, પ્રમુખ એસ. પી. સરસાવાડિયા તથા આચાર્ય સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text