મોરબીમાં એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલની 236 વિદ્યાર્થીનીઓને કોરોનાની રસી અપાઇ

- text


મોરબી : મોરબીમાં એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલની 236 વિદ્યાર્થીનીઓને સફળતાપૂર્વક કોરોનાની રસી અપાઇ હતી.

મોરબીમાં એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ધોરણ 9 થી 12ની 15 થી 18 વર્ષની વિદ્યાર્થીનીઓને કોરોના રસી આપવામાં આવી હતી. રસીકરણની શરૂઆત શાળાના આચાર્ય ઉષાબેન જાદવની નાલંદા વિદ્યાલયમાં ભણતી પુત્રી દેવાંશીને પ્રથમ ડોઝ આપી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલના આચાર્ય ગોગરા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા. ૧૫ થી ૧૮ વર્ષની જૂથની 303 વિદ્યાર્થીનીઓ હતી. જેમાંથી 236 વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. જેમને કોઈપણ જાતની સમસ્યા વગર રસી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text