મોરબીના છેવાડાના વિસ્તારમાં પાણી અને ભૂગર્ભ ગટર માટે ગ્રાન્ટ મંજુર થતા ભાજપે ઉજવણી કરી

- text


ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

મોરબી : મોરબી નગરપાલિકાના હદ વિસ્તારમાં છેવાડાની વાડીઓ તથા સોસાયટીઓમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર અને પાણીના પ્રશ્નો હલ થયા ન હતા. તેથી લોકોને ઘણી અગવડતાઓ ભોગવવી પડતી હતી ત્યારે આ પ્રશ્નો હાલ કરવા રાજ્યમંત્રી સહિત અનેક લોકોના ઘણા પ્રયત્નો બાદ 38 કરોડની ગ્રાન્ટ મંજુર કરાવવામાં સફળતા મળી હતી.ગ્રાન્ટ મંજુર થતા સાંજે ફટાકડા ફોડવાનું તથા મીઠા મોઢા કરાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાના હદ વિસ્તારમાં છેવાડાની વાડીઓ તથા સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર અને પાણીના પ્રશ્નનો ગુજરાત રાજ્યમંત્રી અને ધારાસભ્ય (મોરબી- માળિયા) બ્રિજેશભાઈ મેરજા,સાંસદ વિનોદભાઈ ચાવડા,મોહનભાઈ કૂંડાડીયા,મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા,ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા,પાલિકા પ્રમુખ કુસુમબેન કે.પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા,કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઇ,તમામ ચેરમેન અને સદસ્યઓના અથાગ પ્રયાસોથી ભૂગર્ભ અને પાણી માટે આશરે 38 કરોડ જેવી માતબર રકમ મંજુર કરવામાં સફળતા મળેલ હતી.

રકમ મંજુર થતા ફટાકડા ફોડવાનું તથા મીઠા મોઢા કરવાનું આયોજન સાંજે 7 કલાકે મોરબી શહેર કાર્યાલય,રવાપર રોડ ખાતે રાખવામાં આવેલ હતું.આ સમયે ઉપસ્થિત મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા,જિલ્લા મહમંત્રી જયુભાભાઈ જાડેજા,બંને શહેરના મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા અને રીસીપભાઈ કૈલા,પાલિકા પ્રમુખ કુસુમબેન કે.પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા,પાલિકાના ઉપસ્થિત ચેરમેનઓ,સદસ્યઓ શહેર,જિલ્લાના પદાધિકારીઓ યુવા ભાજપના પદાધિકારી ભાઈઓ તેમજ અન્ય મોરચાના ઉપસ્થિત પદાધિકારીઓ અને ભાજપ પરિવારના તમામ ઉપસ્થિત ભાઈઓ ચૂંટાયેલા પ્રતિનિધિ,કાર્યકર્તા તથા પત્રકારોએ હાજર રહી રંગેચંગે આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. તેમ કુસુમબેન પરમાર પ્રમુખ, જયરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ, સુરેશભાઈ દેસાઈ કારોબારી ચેરમેનની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text