મોરબીમાં ભરબપોરે એક્ટિવા ચોરાઈ ગયું : ચોર સીસીટીવીમાં કેદ

- text


લાતીપ્લોટ વિસ્તારમાં કારખાના નજીક પાર્ક કરેલ એક્ટિવા ગઠિયો ચાલુ કરીને હંકારી ગયો

મોરબી : મોરબીમાં વાહનચોર ગેંગ તરખાટ મચાવી રહી છે ત્યારે લાતીપ્લોટ વિસ્તારમાંથી અઠંગ વાહન ચોર પાર્ક કરેલું એક્ટિવા સિફત પૂર્વક ચાલુ કરી હંકારી જતા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. એક્ટિવા માલિકે વાહનચોરના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપી આપ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક મોચી શેરીમાં રહેતા વિપુલભાઈ ચમનભાઈ અડેસરા કામ સબબ લાતીપ્લોટ શેરી નંબર -1માં આવેલ એટલાસ કારખાનામાં રાબેતા મુજબ એક્ટિવા લઈને ગયા હતા અને એક્ટિવા કારખાના નજીક પાર્ક કર્યું હતું ત્યારે કોઈ વાહનચોર તા.1 જાન્યુઆરીના રોજ તેમનું એક્ટિવા ચોરીને નાસી જતા શોધખોળ કરવા છતાં એક્ટિવા મળ્યું ન હતું.

- text

બીજી તરફ વિપુલભાઈ અડેસરાએ પોતાનું એક્ટિવા ચોરવા અંગે આજુબાજુના સીસીટીવી ચેક કરતા એક શખ્સ એક્ટિવા ચાલુ કરીને નાસી જતા જોવા મળતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં સીસીટીવી ફૂટેજ સાથે લેખિત ફરિયાદ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text