મોરબીમાં ડીપી પ્લાન, ઇલેક્ટ્રિકલ બસોના પ્રોજેકટ સાકાર જ ન થયા

- text


પાયાની સુવિધા ઉપલબ્ધ નથી થતી ત્યાં મોટા પ્રોજેકટ સાકાર થવાની આશા પણ વ્યર્થ છે

મોરબી : મોરબી શહેર વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘરાયેલું છે.ખાસ કરીને પાયાની સુવિધાઓ માટે હજુ પણ લોકો તરસી રહ્યા છે. ત્યારે નગરપાલિકાએ વર્ષ 2021ની શરૂઆત શહેરને વિકાસશીલ બનાવવા માટે મસમોટા પ્રોજેકટ જાહેર કર્યા હતા. પણ દુર્ભાગ્યવશ દર વખતની જેમ આ પ્રોજકેટો આખામાં વર્ષમાં શરૂ જ થયા નથી. એટલે પાલિકાએ 2021માં કરેલા પ્રકલ્પો માત્ર કાગળ ઉપર જ રહી ગયા છે. જેનો વાસ્તવિક અમલ ન થતા પાલિકાની નીતિ સામે સવાલ ઉઠ્યા છે.

મોરબી નગરપાલિકાએ શહેરને વિકાસશીલ બનાવવા માટે વર્ષ 2021ની શરૂઆતમાં અનેક લોક ઉપયોગી પ્રોજેકટને કાગળ ઉપર જાહેર કર્યા હતા. જેમાં સૌથી મહત્વપૂર્ણ મોરબીના નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજ, મોરબી શહેરનો ડીપી પ્લાન, નવલખી રોડ ઉપર કુબેરનગર પાસે ફલાય ઓવરબ્રિજ, મોરબી શહેર અને સામાકાંઠાને જોડતા હાલ બે પુલ હોય પણ ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરના વજેપરથી સામાકાંઠે નઝરબાગ સુધીનો ત્રીજો પુલ, સામાકાંઠે મહાપ્રભુજીની બેઠકથી બેઠોપુલ તેમજ શાક માર્કેટ, પરસોતમ ચોક, દરબાર ગઢ પાસે મલ્ટીલેવલ પાર્કિગ અને શહેરમાં પેટ્રોલ ડીઝલની બચત તેમજ નો પોલ્યુશન માટેની ઇલેક્ટ્રીકલ્સ બસો, સ્પોટર્સ કોમલેક્સ, મચ્છુ રિવરફ્રન્ટ, બાગોનું રીનોવેશન સહિતના ઘણા બધા મહત્વપૂર્ણ પ્રોજેકટનો અમલ કરવા કાગળ ઉપર દર્શાવ્યા હતા. પરંતુ 2021નું વર્ષ પૂરું થઈ ગયું છતાં પણ આમાનો એકપણ પ્રોજકેટ સાકાર થયો છે. જો કે આ પ્રોજકેટ સાકાર થવાની વાત તો બાજુએ રહી પણ આ એકપણ કામના વર્ષના અંતે પાયા પણ નખાયા નથી.

- text

સ્ટેટની વાત કરવામાં આવે તો મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવનું કામ 2108 થી શરૂ કરીને બે વર્ષમાં આ કામ.પૂરું કરવાનું હતું પણ સમય મર્યાદા પુરી થઈ જવા છતાં હજુ આ કામ પણ અધુરું છે. જ્યારે નગરપાલિકાએ 2021માં માત્ર લોકોને વિકાસનું ઉજળું ચિત્ર બતાવીને ઉલ્લુ બનાવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ પ્રોજકેટ માત્ર ઠાલા આશ્વાસન સમાન બની ગયા છે. તંત્રએ લોકોની ક્રૂર મજાક કરી રહી હોય એવું ચિત્ર ઉપસ્યું છે. જો કે, મચ્છુ રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ સહિતના પ્રોજેકટ તો તંત્ર છેલ્લા ત્રણ વર્ષથી સાકાર કરવાની જાહેરાત કરે છે. પણ એનો વાસ્તવિક અમલ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરાતી જ નથી. એટલે ઘણા બધા પ્રોજેકટ વર્ષોથી અધરતાલ છે. તંત્રની મેલી મથરાવટી જોઈને એવો નિસાસો નાખે છે કે હજુ અમને પાયાની સુવિધા જ મળતી નથી ત્યાં રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ જેવા પ્રોજેકટની આશા રાખવી પણ વ્યર્થ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text