વેલકમ 2022 : જિંદગીમાં બદલાવ જરૂરી છે… એ વાત સમજાવવા માટે વરસ બદલાય છે!

- text


વૈવિધ્યતા ધરાવતા ભારત દેશની સંસ્કૃતિ નવા વર્ષોના ખજાનાથી સભર છે

મોરબી : આજે 2021એ ગુડબાય કહી, 2022ને વેલકમ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે આજથી વર્ષ બદલાય રહ્યું છે. ત્યારે કોઈપણ પરિવર્તન અવસર આપે છે જિંદગીને સમજવાનો, જીવનને ઉજવવાનો. નવું વર્ષ નવા સંકલ્પ સાથે નવા જીવનની આશા આપે છે. એટલે કિરણસિંહ ચૌહાણ કહે છે કે,
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ,
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.

આજથી ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજથી વર્ષ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે. આમ તો નવું વર્ષ એક ઉત્સવની જેમ આખાં વિશ્વમાં અલગ-અલગ તિથિઓ તથા વિધિઓથી મનાવવામાં આવે છે. કારણ કે દુનિયાભરમાં ઘણા કેલેન્ડર છે અને દરેક કેલેન્ડરનું નવું વર્ષ અલગ-અલગ હોય છે. કારણ કે વિભિન્ન સંસ્કૃતિઓમાં પરસ્પર ભિન્નતા છે. એક અનુમાન અનુસાર ભારતમાં અનેક કેલેન્ડર (પંચાંગ) છે, એ મુજબ નવું વર્ષ અલગ દિવસોએ હોય છે.

ગ્રેગોરીયન કેલેન્ડરનો ઈતિહાસ :

નવા વર્ષનો ઉત્સવ લગભગ 4000 વર્ષ પહેલાં બેબીલોનમાં 21મી માર્ચે મનાવવામાં આવતો હતો. જે વસંતના આવવાની તિથિ પણ મનાતી હતી. પ્રાચીન રોમમાં પણ નવું વર્ષ ત્યારે જ મનાવવામાં આવતું હતું.

પહેલી જાન્યુઆરીએ માનવવામાં આવતું નવું વર્ષ દરઅસલ ગ્રેગોરીયન કેલેન્ડર પર આધારિત છે. આની શરૂઆત રોમન કેલેન્ડરથી થઇ છે. પારંપરિક રોમન કેલેન્ડરનું નવું વર્ષ 1 માર્ચથી શરુ થાય છે. પ્રસિદ્ધ રોમન સમ્રાટ જુલિયસ સીઝરે હજારો વર્ષ પૂર્વે આ કેલેન્ડરમાં પરિવર્તન કર્યું અને એમાં જુલાઈ માસ જોડી દીધો. એનાં પછી એનાં ભત્રીજાનાં નામનાં આધાર પર એમાં ઓગષ્ટ માસ જોડયો. ત્યારે સમગ્ર વિશ્વમાં પહેલી જ વખત 1 જાન્યુઆરીએ નવા વર્ષનો ઉત્સવ મનાવવામાં આવ્યો હોવવાનું મનાઈ છે. દુનિયાભરમાં આજે જે કેલેન્ડર પ્રચલિત છે, એને પોપ ગ્રેગોરી અષ્ટમે તૈયાર કર્યું હતું. ગ્રેગોરીએ એમાં લીપ ઈયરનું પ્રાવધાન કર્યું હતું.

ઈસાઈઓનાં એક અન્ય પંથ “ઇસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ” તથા એનાં અનુયાયી ગ્રેગોરીયન કેલેન્ડરને માન્યતા ન આપીને પારંપરિક રોમન કેલેન્ડરને જ માને છે. આ કેલેન્ડર અનુસાર નવું વર્ષ 14 જાન્યુઆરીએ માનવવામાં આવે છે. આ કેલેન્ડરની માન્યતા અનુસાર જોર્જિયા, રૂસ, જેરુસલેમ, સર્બિયા આદિમાં 14 જાન્યુઆરીએ જ નવું વર્ષ માનવવામાં આવે છે.

- text

ભારતમાં વિવિધ નવા વર્ષ :

ભારતમાં પણ ઘણાં કેલેન્ડર છે. આ સમયે દેશમાં વિક્રમ સંવત, શક સંવત, હિજરી સંવત, ફસલી સંવત, બાંગ્લા સંવત, બૌદ્ધ સંવત, જૈન સંવત, ખાલસા સંવત, તમિલ સંવત, મલયાલમ સંવત, તેલુગુ સંવત આદિ અનેક પ્રચલિત છે. એમાંથી દરેકને પોતાનું અલગ-અલગ નવું વર્ષ હોય છે. દેશમાં સર્વાધિક પ્રચલિત સંવત વિક્રમ અને શક સંવત છે.

એવું માનવામાં આવે છે કે વિક્રમ સંવત ગુપ્ત સમ્રાટ વિક્રમાદિત્યએ ઉજ્જયનીમાં શકોને પરાજિત કરવાની યાદમાં શરુ કર્યું હતું. આ સંવત 58 ઈ.સ. પૂર્વે શરુ થયું હતું. વિક્રમ સંવત ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતીપદાથી શરુ થાય છે. એ જ સમયે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થાય છે. ચૈત્ર શુક્લ પ્રતિપદાને દિવસે ઉત્તર ભારત અલાવા ગુડી પડવો અને ઉગાદીનાં રૂપમાં ભારતના વિભિન્ન હિસ્સામાં નવ વર્ષ માનવવામાં આવે છે. સિંધી લોકો આ દિવસે ચેટી ચાંદનાં રૂપમાં નવવર્ષ મનાવે છે!

શક સંવતને શાલિવાહન શક સંવતનાં રૂપમાં જાણવામાં આવે છે. માનવામાં આવે છે કે શક સમ્રાટ કનિષ્કએ ઇસવીસન 78માં આ શરુ કર્યું હતું. સ્વતંત્રતા પછી ભારત સરકારે આ શક સંવતમાં મામુલી ફેરબદલ કરીને એને રાષ્ટ્રીય સંવતના રૂપમાં અપનાવી લીધો હતો.

આ ઉપરાંત, પંજાબમાં નવું વર્ષ બૈસાખી નામથી માનવવામાં આવે છે. શીખ નાનકશાહી કેલેન્ડર અનુસાર માર્ચમાં હોલા મહોલ્લા નવું વર્ષ હોય છે. આ તિથીની આસપાસ બંગાળી તથા તામિલ નવ વર્ષ પણ આવે છે. તેલુગુ નવું વર્ષ માર્ચ-એપ્રિલની વચ્ચે આવે છે. આંધ્ર પ્રદેશમાં એને ઉગાદી (યુગાદિ = યુગ + આદિનો અપભ્રંશ)નાં રૂપમાં મનાવાય છે. તામિલ નવું વર્ષ વિશુ 13કે 14 એપ્રિલ આસપાસ તામીલનાડુ અને કેરળમાં માનવવામાં આવે છે

મહારાષ્ટ્રમાં ગુડી પડવાનાં રૂપમાં માર્ચ- એપ્રિલના મહિનામાં નવું વર્ષ મનાવવામાં આવે છે. કન્નડ નવું વર્ષ ઉગાદી કર્ણાટકનાં લોકો ચૈત્ર માહનાં પહેલાં દિવસે મનાય છે. સિંધી ઉત્સવ ચેટી ચાંદ,ઉગાડી અને ગુડી પડવો પણ એક જ દિવસે મનાવવામાં આવે છે. મદુરાઈમાં ચિત્રેય મહિનામાં ચિત્રૈય તીરુવાજા નવ વર્ષનાં રૂપમાં મનાવવામાં આવે છે. મારવાડી નવું વર્ષ દીપાવલીના દિવસે હોય છે. ગુજરાતી નવું વર્ષ દીપાવલીના બીજા દિવસે કારતક સુધી એકમથી હોય છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text