અંતે હળવદ પોલીસે માસૂમ બાળકીને કચડી નાખનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

- text


ઘનશ્યામગઢ નજીક બનેલી ઘટનામાં કેન્દ્રીય મંત્રીની દરમિયાનગીરી બાદ પગલાં

હળવદ : હળવદ તાલુકામાં હાહાકા મચાવનાર માસૂમ બાળકીને કચડી નાખવાની ઘટનામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રીની દરમિયાનગીરી બાદ પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારી લેતા આ ઘટનામાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના રમેશભાઇ લાભુભાઇ અઘારા પોતાના ત્રણ બાળકો અને પત્ની સાથે બાઈક લઈને જતા હતા ત્યારે ઘનશ્યામગઢ નજીક માતેલા સાંઢ જેવા ડમ્પર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં રમેશભાઈની 8 વર્ષની પુત્રી કિંજલનું ડમ્પરના જોટામાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

જો કે આ અકસ્માતના બનાવમાં પોલીસે નક્કર કાર્યવાહી ન કરતા પરિજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દેતા ગઈકાલે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સહિતના ભાજપ અગ્રણીઓએ દોડી આવી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને અકસ્માતની આ ઘટનામાં પોલીસે પીળા કલરના ડમ્પર રજિસ્ટ્રેશન નંબર GJ-13-AT-9317ના ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ચાલકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text