પહેલા કાળમુખા ડમ્પર ચાલકને પકડો બાદમાં જ મૃતદેહ સ્વીકારશું

- text


 

હળવદના ઘનશ્યામગઢમાં ફૂલ જેવી માસૂમ બાળકીને કચડી નાખનાર ડમ્પર ચાલક વિરુદ્ધ વ્યાપક રોષ : અકસ્માતની ઘટનામાં છ કલાક બાદ પણ મૃતદેહ ન સ્વીકારાયો

હળવદ : ખાણ ખનીજ વિભાગ, આરટીઓ અને પોલીસ તંત્રના પાપે હળવદ પંથકમાં રેતી અને ખનીજ ચોરી કરતા તત્વો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે આજે માતેલા સાંઢની જેમ દોડતા કાળમુખા ડમ્પર ચાલકે ફૂલ જેવી માસૂમ બાળકીને કચડી નાખતા બાળકીના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ઘટનાના છ કલાક બાદ પણ બાળકીનો મૃતદેહ નહિ સ્વીકારી જ્યાં સુધી ડમ્પર ચાલક નહિ ઝડપાયા ત્યાં સુધી પોતાની માંગ ઉપર અડગ રહેવા જાહેર કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરુવારે બપોરે બે વાગ્યાના અરસામાં ઘનશ્યામગઢ ગામ નજીક આજે પોતાના બેનના ઘરેથી પરત આવતા ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના રમેશભાઈ ઠાકોર, શારદાબેન રમેશભાઈ,
કિનજલબેન, વિશ્વાસભાઈ અને
જલ્પાબેનને કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લેતા પરિવારજનોની નજર સામે જ કીંજલબેન રમેશભાઈ ઠાકોર ઉ.7 નામની બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

- text

બીજી તરફ અકસ્માતની ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ માટે હળવદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકીના માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને જ્યાં સુધી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક નહિ પકડાય ત્યાં સુધી માસૂમ બાળકીનો મૃતદેહ નહિ સ્વીકારવામાં આવે તેવું પરિવારજનોએ જાહેર કરી હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી.

ઉલ્લેખનીય છે કે ઘુડખર અભ્યારણ હેઠળ આવતા ચાડધરામાં રેતીનો સફેદ સોના સમાન અખૂટ ખજાનો પડ્યો હોય ખાણ ખનીજ વિભાગ, આરટીઓ અને પોલીસના સીધા જ આશીર્વાદથી મહાકાય ડમ્પરો દ્વારા દિવસ રાત ભાગાભાગી કરી ભાગીદારીનો ધીકતો ધંધો કરાતો હોય રોજબરોજ બેકાબુ ડમ્પર ચાલકો નિર્દોષ લોકોને મનપડે ત્યારે હડફેટે લઈ ઉલાળતા હોવાનું જગ જાહેર છે ત્યારે આજની ઘટનામાં માસૂમ બાળકીનો ભોગ લેવાતા સ્થાનિક લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

- text