માળિયા નેશનલ હાઇવે પર ક્રેટાકારમાંથી રૂ. 1.89 લાખનો વિદેશી દારૂ પકડાયો

- text


 

મોરબીના એક શખ્સની ધરપકડ, અન્ય એક નામ પણ ખુલ્યું

માળિયા : માળિયા પોલીસે થર્ટી ફર્સ્ટ પૂર્વે ક્રેટા કારમાંથી રૂ. 1.89 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે એક શખ્સની પણ ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવાની તજવીજ પણ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા પોલીસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે માળીયા મીયાણા નેશનલ હાઇવે પર GJ-36-AC-5155 નંબરની ક્રેટા કારમાંથી વિદેશી હેરાફેરી કરતા ફેઝલ મહેમુદભાઇ શેખ ઉ.વ ૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે હાલ- નર્મદા હોલની બાજુમા હેતલ ડેરીવાળી શેરી, કાલીકા પ્લોટ, મોરબી મુળ રહે- જામનગરવાળાને ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-1 બ્રાન્ડની કુલ બોટલો નંગ-૩૬૦ કિ.રૂ.135000 તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની રોયલ ચેલેન્જ બ્રાન્ડની કુલ બોટલો નંગ-108 કિ.રૂ.54000 મળી કુલ રૂ. 1,89,000ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે.

- text

પોલીસે આ સાથે મોબાઈલ અને રૂ. 15 લાખની કિંમતની ક્રેટા કાર કબ્જે લઈ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં વસીમ યુનુસ પલેજા રહે-કાન્તીનગર વસુંધરા હોટલ પાછળ મોરબી-૨નું નામ ખુલતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

- text