મોરબીમાં બે વર્ષની બાળકીને કોરોના : આજે ત્રણ નવા કેસ

- text


 

બે મહિલાઓએ કોરોના વેકસીનના બન્ને ડોઝ લીધા હોવા છતાં પોઝિટિવ આવતા મોરબી માટે લાલબત્તી

મોરબી : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનું ઓમીક્રોન સ્વરૂપ હાહાકાર મચાવી રહ્યું છે ત્યારે ચાલુ સપ્તાહમાં મોરબીમાં પણ પણ કોરોનાનું ભૂત ફરી બેઠું થયું હોય તેવી સ્થિતિ વચ્ચે આજે બે વર્ષની માસૂમ બાળકી અને અન્ય બે મહિલા સહિત કોરોનાના ત્રણ પોઝિટિવ દર્દી નોંધાતા હવે મોરબીવાસીઓએ ચેતવું અત્યંત જરૂરી છે.

બે દિવસ પૂર્વે મોરબીની નવયુગ સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પીઝિટિવ આવ્યા બાદ જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ બીજા દિવસે ફરી સાત વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.

- text

દરમિયાન આજે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કોરોના ટેસ્ટિંગમાં માત્ર બે વર્ષની માસૂમ બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. આ ઉપરાંત આજ રોજ મોરબી જીલ્લા માં મોરબી શહેરી વિસ્તારમાં 47 વર્ષના મહિલાનો તેમજ મોરબી ગ્રામ્ય વિસ્તારના 53 વર્ષના મહિલા કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વેકસીન મુકાવી લીધા બાદ અનેક લોકો કોવિડની આદર્શ ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરતા નથી અને ભીડ ભાડ વાળી જગ્યાએ નિષ્ફિકર બનીને ફરી રહ્યા છે ત્યારે તમામ લોકોએ ચેતવું અત્યંત આવશ્યક છે. કારણ કે આજે પોઝિટિવ આવેલા બન્ને મહિલાઓએ કોરોના વેકસીનના બન્ને ડોઝ લીધા છે છતાં પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

- text