ખાણખનીજના આશીર્વાદથી ટંકારા પંથકમાં ખુલ્લે આમ ખનિજ ચોરી

- text


દરરોજ બાઈક ચાલકોના આંખમાં કણાં પડતા નાના મોટા અકસ્માતો સર્જાય છે

ટંકારા : રાજકોટ મોરબી રોડ પર ખનિજ માફિયા બેફામ બન્યા છે. ખાણ ખનીજ તંત્રની મીઠી નજર હેઠળ ખનિજ માફિયા ખુલ્લે આમ ખનિજ ચોરી કરી રહ્યા છે.ખનિજ ચોરીના પાપે ઊડતી રજકણોના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે.દરરોજ વાહનચાલકોના આંખમાં રજકણો પડતા નાના મોટા અકસ્માતો સર્જાય છે.

રાજકોટ મોરબી રોડ ઉપર ખનિજ ચોરી કરી વાહનો ખુલ્લેઆમ દોડી રહ્યા છે. અહીં ટ્રેકટર, ડમ્પર વડે દરરોજનું લાખોનું ખનીજ ગેરકાયદેસર રીતે બહાર નિકાલ કરાય છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડે છે.વાહન ચાલકોને આંખમાં કણું પડતા નાના મોટા અકસ્માતો સર્જાયા કરે છે.

ખનીજ માફિયાઓ તંત્રની આબરૂનું હનન કરતા હોય એમ ખુલ્લે આમ ખનિજ ચોરી કરી રહ્યા છે. તેના કારણે જમીનને નુકશાન પહોંચી રહ્યું છે.ખુલ્લે આમ થતી ખનિજ ચોરીને તંત્ર નજર અંદાજ કરતું હોય એમ લોકોનું કહેવું છે.પોલીસ અને વહીવટી તંત્ર ખનિજ માફિયાઓ સામે નમતું મૂકી દીધું છે અને RTO વાળાએ પણ ખાલી ઉઘરાણા કરવા માટે રાત દિવસ કવાયત કરતા હોવાનુ સાબિત થયુ છે.

- text

ખાણ ખનિજ વિભાગ આ ખુલ્લે આમ થતી ચોરી સામે જરૂરથી પગલાં લઈ શકે છે પરંતુ લોકોનું કહેવું છે કે ખનિજ વિભાગે પણ ખનિજ માફિયાઓ પાસે મહિનો બાંધ્યો હોય તેવી સ્થિતિ જોવા મળે છે જેથી ખનીજ માફીયાઓ કોઈનો પણ ડર રાખ્યા વગર દરરોજ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text