શિયાળો જામતા વિદેશી પંખીઓ મોરબીની મહેમાનગતિએ

- text


યાયાવર પક્ષીઓના અદભુત કલરવથી સર્જાતું અલૌકીક વાતાવરણ

મોરબી : મોરબીમાં શિયાળો જામતાની સાથે જ વિદેશી પંખીઓએ પડાવ નાખ્યો છે.ખાસ કરીને વિદેશી પંખીઓ મોરબીના રમણીય સ્થળોએ મહેમાનગતિ માણી રહ્યા છે ત્યારે વિદેશી પક્ષીઓના અદભુત કલરવથી અલૌકીક વાતાવરણ સર્જાય છે.

શિયાળા કડકડતી ટાઢ પડે એટલે તરતજ વિદેશથી યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે. દર વખતે શિયાળાની મૌસમમાં વિદેશી પંખીઓ મોરબીની મહેમાનગતિ માણે છે. શિયાળામાં વિદેશમાં ઠંડા પ્રદેશોમાં વધુ ઠંડીને કારણે યાયાવર પક્ષીઓ ઓછી ઠંડી ઋતુ માફક આવે એવા આશ્રયસ્થાન શોધીને ચાર મહિના ત્યાં વસાવટ કરે છે.ખાસ કરીને સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી પ્રદેશ વિદેશના પ્રમાણમાં થોડો ઓછો ઠંડો હોવાથી વર્ષોની પરંપરા મુજબ સંખ્યાબંધ વિદેશી પંખીઓએ મોરબીના રમણીય સ્થળ ગણાતા મચ્છુ નદી આસપાસ અને પુલ પર ધામાં નાખ્યા છે. આથી શહેરના ઘણા લોકો ગાંઠિયા સહિતની વસ્તુઓ ચણ સ્વરૂપે નાખીને પુણ્યનું ભાથું બાંધે છે. પણ ગાંઠિયા, સેવ, બુંદી જેવી તળેલી વસ્તુઓ વિદેશી પક્ષીઓના આરોગ્ય માટે હાનિકારક હોવાથી પર્યાવરણ પ્રેમીઓએ લોકોને ચણ રૂપે માત્ર અનાજના દાણા નાખવાની અપીલ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text