શિયાળામાં કમોસમી વરસાદને પગલે વાયરલ બીમારી વકરવાની ભીતિ

- text


મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલના તબીબોએ લોકોને સાવધ રહી કોવિડ પ્રોટોકોલ ચુસ્ત પણે અમલ કરવા સલાહ
બહારનું ખાશો, કારણ વગરની મુસાફરી કરશો અને માસ્ક નહિ પહેરો તો માંદા પડશો

મોરબી : મોરબીમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધુ વકરવાની શક્યતા મોરબીના તબીબોએ વ્યક્ત કરી બને ત્યાં સુધી આ બેવડી ઋતુમાં બહારનો ખોરાક ન લેવા અને કારણ વગર મુસાફરી ટાળવાની સાથે કોવિડ પ્રોટોકોલ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમો પાળી નિરોગી રહેવા સોનેરો સલાહ આપી છે.

છેલ્લા બે દિવસથી ભારે ઝાકળવર્ષા અને કમોસમી વરસાદને કારણે વાયરલ બીમારીઓ વકરવાની શકયતા પ્રબળ બની હોવાનું જણાવી મોરબીના બાળરોગ નિષ્ણાંત ડો.મનીષ સનારીયા કહે છે કે આ બેવડી ઋતુમાં ખાસ કરીને બાળકોના આરોગ્ય પ્રત્યે માતા – પિતાએ ખાસ કાળજી લેવાની છે. બેવડી ઋતુને કારણે વાયરલ શરદી, ઉધરસ, તાવ સહિતની બીમારી થઈ શકે છે. ઉપરાંત પ્રગનેન્સીને કારણે અનેક માતાઓ કોરોના રસી લઈ શક્યા નથી જેથી હાલના આ સંક્રમણ કાળમાં સગર્ભાઓ અને પ્રસુતાઓને પણ પૂરતી કાળજી લેવી આવશ્યક છે.

- text

દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.સરડવાએ જણાવ્યું હતું કે હાલમાં વાયરલ બીમારી વકરી છે તેવા સમયે જ માવઠું વરસતા લોકોની ચયાપચયની ક્રિયા મંદ પડતી હોય લોકોએ શક્ય ત્યાં સુધી બહારનો ખોરાક લેવાનું ટાળવાની સાથે કારણ વગર મુસાફરી નહિ કરવાની સાથે કોવિડ ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરી વાયરલ શરદી, ઉધરસ અને તાવની બીમારીથી લોકો બચી શકે છે.

મોરબીના ડો.પ્રવીણભાઈ બરાસરાના મતે હાલમાં બેવડી ઋતુમાં લોકોમાં વાયરલ તાવ,શરદી, ઉધરસની સાથે સાથે મેલરીયા પણ દેખા દઈ રહ્યો હોય લોકો પોતાની રેગ્યુલર દિનચર્યાનું પાલન કરી સારો પૌષ્ટિક ખોરાક લે ઉપરાંત પૂરતી ઊંઘ કરે તો આસાનીથી પ્રવર્તમાન સ્થિતિનો સામનો કરી શકે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text