મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદની ચુંટણી યોજાશે

- text


ત્રણ ઉમેદવારો મેદાનમાં, ૩૧મી સુધી ફોર્મ પરત ખેચાશે

મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હાલ પ્રમુખ પદની જરૂરીયાત હોય, જેથી ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય. જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં આગામી તા. 9/1/2022 ને રવિવારના રોજ સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી, આમ કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જો કે 31મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય, જેથી 1/1/2022ના રોજ ચિત્ર સ્પષ્ટ થશે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જે લાભાર્થીઓ આવાસ ધરાવતા હોય અને હજુ રહેવા આવેલ ન હોય તેવા તમામ લાભાર્થીઓ પોતાની આવાસની સનદની કોપી સાથે હાજર રહી ફરજીયાત મતદાન કરવા ઉમેદવારોને અપીલ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text