માથકથી થરા સુધી પગપાળા યાત્રાસંઘનું આયોજન

- text


હળવદ : ભરવાડ સમાજ દ્વારા રતનપુરી કેદારપુરી બાપુનો રાણાબાપા આશ્રમ, ગામ માથકથી વાડીનાથ મહાદેવની જગ્યા, થરા સુધીના પગપાળા યાત્રાસંઘનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરવાડ સમાજ આયોજિત પગપાળા યાત્રાસંઘનું પ્રસ્થાન આગામી તા. 30ને ગુરુવારે સવારે 6 કલાકે રાણાબાપા આશ્રમ, માથકથી હળવદ, માલણીયાદ, કુડા, વાછડા ડાડાના રણમાંથી થરા જશે. તેમજ આગામી તા. 7 જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે વાડીનાથ દાદા મંદિરે પહોંચી ધજારોહણ અને હવન કરાશે. યાત્રીઓએ પોતાના વધારાના વસ્ત્રો અને ઓઢવાનું પાગરણ સાથે એક કોથળી અથવા થેલામાં લાવવાનું રહેશે, જે સંઘના વાહનોમાં રાખવામાં આવશે.

સેવાભાવીઓ સંઘનો એક ટાઇમનો જમણવાર માટે રૂ. 11,000 આપી દાતા બની શકે છે. સંઘમાં જરૂરી વાહનોની સેવા નોંધાવી શકાશે. સંઘમાં કોઇ આર્થિક મદદ કરે જેની નોંધ લેવામાં આવશે. વધુ વિગત માટે કિશન ભગતનો મો.નં. 93771 27106 પર સંપર્ક કરી શકાશે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text