હળવદના ટિકર રણ કાંઠે કેનાલમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા

- text


કેનાલ કાંઠેથી બાઈક, ચપ્પલ કપડાં સહિતની વસ્તુઓ મળી

હળવદ : હળવદના ટિકર ગામ નજીક આવેલી નર્મદા કેનાલના કાંઠેથી એક યુવાનનું બાઈક, કપડાં, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ટિકર ગામે રહેતો ધનરાજ દિનેશભાઇ કોળી ઉ.19 નામનો યુવાન લાપતા બન્યા બાદ તેનું બાઈક, મોબાઈલ, ચપ્પલ સહિતની વસ્તુઓ નર્મદા કેનાલ કાંઠે મળી આવતા આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકાને લઈ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text