વાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા છ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસની ટીમેં ગતરાત્રે બાતમીના આધારે વાંકાનેરના નવાપરા ધર્મનગર સોસાયટીના નાકા પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા છ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમના પોલીસ હેડ કોન્સ જી.પી.ટાપરીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ પ્રતિપાલસિંહ અનીસિંહ વાળા સહિતના ગઈકાલે રાત્રે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વાંકાનેરના નવાપરા ધર્મનગર સોસાયટીના નાકા પાસે પહોંયતા અમુક ઈસમો જાહેર માં સ્ટ્રીટ લાઈટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા જોવા મળતા પોલીસ સ્ટાફે આરોપીઓ મહેશભાઇ ઉર્ફે ટીનો દામજીભાઇ ભખવાડીયા, વિજયભાઇ દિનેશભાઇ ડાભી, મનીષભાઇ કરશનભાઇ ડાભી, નરોતમભાઇ ઉર્ફે બાબો કેશુભાઇ વાધેલા, કમલેશભાઇ ગણેશભાઇ ડાભી, સાદિકભાઇ અશરફભાઇ કૈડાને રોકડા ૧૧૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text