લીલાપર પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર સેટ ભેટ આપી પુત્રના જન્મદિવસની ઉજવણી

- text


મોરબી : મોરબી જિલ્લાના લીલાપર ગામના રહીશ દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે લીલાપર પ્રાથમિક શાળાને કમ્પ્યુટર સેટની ભેટ આપવામાં આવી હતી.

લીલાપર ગામના રહીશ વિપુલ ભગવાનજીભાઈ દેત્રોજા, જેઓ સિરામિક તથા પોલીપેક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તેઓએ પોતાના પુત્ર આરવનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો. તેમણે આરવના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને મદદરૂપ થાય તે માટે શાળાને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપેલ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિપુલભાઈ, તેમના ધર્મપત્ની ગીતાબેન, આરવના દાદા ભગવાનજીભાઈ તથા દાદી નિર્મળાબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારે આરવને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવેલ છે તથા વિપુલભાઈને તેમના આ કાર્ય માટે શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આરવના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવારે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text