લીલાપર રોડ પર પ્રધાનમંત્રી આવાસ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે લીલાપર રોડ પર પ્રધાનમંત્રી આવાસ પાસે જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચારમાળીયા કવાર્ટરમા પાછળના ભાગે દોરડો પાડી ત્યાં જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા આરોપીઓ રફીકશા હબીબશા શાહમદાર, કરણભાઇ દિપકભાઇ વિકાણી, દિપકભાઇ હંસરાજભાઇ વિકાણીને રોકડા રૂ. રૂ.૭૦૯૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને આ ત્રણેય આરોપીઓ સામે જુગરધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text