હળવદના રણકાંઠા વિસ્તારમાં ભરશિયાળે માવઠું

- text


 

ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણી સહિતના ગામોમા વરસાદી ઝાપટા

હળવદ : હળવદના રણકાંઠા વિસ્તારોમાં ભર શિયાળે માવઠું પડ્યું છે. કડકડતી ઠંડી વચ્ચે અચાનક ફરી કમોસમી વરસાદ વરસતા લોકો અચરજમાં મુકાયા હતા. જો કે આ માવઠાને પગલે ખેડૂતો અને અગરિયાઓમાં ચિંતા પણ પ્રસરી છે.

- text

હળવદના રણકાંઠા વિસ્તારમાં આજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. શિયાળામા કડકડતી ઠંડી વચ્ચે આજે અચાનક જ માવઠુ શરૂ થયું હતું. ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણી સહિતના ગામોમા વરસાદી ઝાપટા પડ્યા હતા. આ માવઠાથી અગરીયા તેમજ ખેડૂતો નુકસાનની ચિંતામાં ગરક થઈ ગયા હતા.

- text