મોરબીના જાંબુડિયા ગામે પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

- text


ઘર કંકાસમાં પતિએ કુહાડીના ઘા ઝીકી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી

મોરબી : મોરબીના જાબુડિયા ગામે રોજ રોજના ઘરકંકાસમાં પતિ ઉપર આજે ખૂન્નસ સવાર થઈ જતા કોધિત થયેલા પતિએ પોતાની પત્નીને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી પતિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જાબુડિયા ગામે આવેલ શક્તિપરામાં રહેતી મંજુબેન હંસરાજભાઈ વિઝવાડિયા (ઉ.વ.50) નામની મહિલાની ગઈકાલે તેના જ પતિ હંસરાજભાઈ મોહનભાઇ વિઝવાડિયાએ કુહાડીના ઘા ગળાના ભાગે ઝીકી હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે મૃતકના પુત્ર ગુણવતભાઈ હંસરાજભાઈ ઝીઝવાડિયાએ મોરબી તાલુકા પોલીસમાં પોતાના પિતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં ઘરકંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી. મૃતકનો પતિ જીદી સ્વભાવનો છે. જેમાં મૃતક મહિલા પતિથી અલગ એટલે તેના પુત્ર સાથે રહેતી હોય મારી સાથે કેમ નથી રહેતી તેમ કહીને પતિ વારંવાર કજિયા કરતો હતો અને આજે આ કજિયાના આવેશમાં તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે હત્યારા પતિ હંસરાજભાઈ મોહનભાઇ વિઝવાડિયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text