હળવદના મેરૂપરમાં કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં તુલસી પુજન કરાયું

- text


વિદ્યાર્થીનીઓમાં પ્રકૃતિપ્રેમનું સિંચન કરવાના હેતુથી તુલસી પુજન કરાયું

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામમાં કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓમાં પ્રકૃતિપ્રેમનું સિંચન કરવાના હેતુથી તુલસી પુજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપર ગામમાં આવેલ કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અનાથ, સિંગલ પેરેન્ટસ્, BPLમાં આવતા વાલીઓની પુત્રીઓ તથા ડ્રૉપ-આઉટ લીધેલી દિકરીઓ અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં નિવાસ કરે છે. આ દિકરીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી કે.જી.બી.વી. મેરૂપરની દિકરીઓ દ્વારા તુલસીના છોડને તિલક-ચોખા લગાવી, તુલસી માતાનો શ્લોક બોલી, જળ ચડાવી, દિવો પ્રગટાવી તુલસી પુજન કરવામાં આવ્યું હતું.

વધુમાં છોડમાં રણછોડ જોવાની ભાવના વિકસે અને પ્રકૃતિ પ્રેમનું નિર્માણ થાય એ હેતુથી તુલસી પુજન કરવામાં આવ્યું હતું. તથા કે.જી.બી.વી.ના સ્ટાફ દ્વારા પણ તુલસીની પૂજા તથા દિકરીઓને પણ આંગણાની તુલસી ગણીને પુજા કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text