ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાતના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં યોજાઈ સાયક્લોથોન રેલી

- text


રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લીલીઝંડી દેખાડી સાયક્લોથોન રેલીને પ્રસ્થાન કરાવ્યું

મોરબી : મોરબીમાં ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાતના ઉદ્દેશ્ય સાથે સાયક્લોથોન રેલી યોજાઈ હતી. જેમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લીલીઝંડી દેખાડી સાયક્લોથોન રેલી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સ સપ્તાહ ઉજવણી અને ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાતના ઉદ્દેશ્ય સાથે આજે મોરબીમાં સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા લીલીઝંડી આપી સાયક્લોથોન રેલી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલીમાં જીલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા. સાયકલ રેલી શહેરભરમાં પરિભ્રમણ કરી હતી અને સાયકલવીરોએ શરીરને એકદમ ચુસ્ત અને ફિટ રાખવા નિયમિતપણે લોકોને સાયકલ ચલાવવાનો મેસેજ આપ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text