મોરબીનો લાતીપ્લોટ ગટરની ગંદકીથી ઘેરાયો

- text


લાતીપ્લોટ શેરી નંબર-6માં ગટરના દૂષિત પાણી નદીના વહેણની જેમ ફરી વળ્યા

મોરબી : મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની દશા પહેલેથી ખરાબ છે.ત્યારે લાતીપ્લોટમાં ગટર ઉભરાવવાની કાયમી જંજાળથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં લાતીપ્લોટ શેરી નંબર-6માં ગટરના દૂષિત પાણી નદીના વહેણની જેમ ફરી વળતા ગંદકીએ માજા મૂકી છે.

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો સંદતર અભાવ છે. જેને કારણે ખાસ કરીને ગટરનો પ્રશ્ન ઘણા સમયથી ગંભીર બની ગયો છે. અવારનવાર લાતીપ્લોટ વિસ્તારની કોઈને કોઈ શેરીમાં ગટર ઉભરાઈ છે.ત્યારે હાલ લાતીપ્લોટ શેરી નંબર-6માં ગટર ઉભરાવાની સમસ્યા વકરી છે. જેમાં આ વિસ્તારમાં ગટર ઉભરાતા ગટરની ગંદકી હદ ઓળંગી દેતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ગટરના ગંદા પાણીમાં ચાલવાની નોબત આવી છે. આ વિસ્તારના લઘુ ઉધોગકારોને ગટરના પાણીથી ભારે મુસીબત વેઠવી પડે છે અને તેમના ધંધાને અસર થતી હોવાથી વહેલીતકે આ સમસ્યા ઉકેલવા તંત્ર કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text