હળવદની HES સ્કૂલમાં તુલસી પૂજન દિવસની ઉજવણી કરાઈ

- text


 

શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તુલસીનું મહત્વ સમજાવ્યું

હળવદ : ૨૫ ડિસેમ્બરના દિવસે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે હળવદ શહેરમાં આવેલ HES સ્કુલ ખાતે તુલસી પૂજનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં તુલસીના રોપાનુ પૂજન-અર્ચન કર્યા બાદ આરતી ઉતારી હતી.

હળવદ શહેરમાં આવેલ HES સ્કૂલ ખાતે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તુલસીનું આધ્યાત્મિક મહત્વ તેમજ વૈજ્ઞાનિક મહત્વ વિશે જાણકારી આપી તુલસી નું આપણા જીવનમાં મહત્વ શું છે.? તુલસી નું પૂજન અર્ચન કેમ કરીએ છીએ.? તેમજ તુલસી આપણા જીવનમાં એન્ટીબાયોટિક દવા તરીકે કામ કરે છે તેમ સહિતની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

- text

આ તકે શાળા સંચાલક વિજયભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તેમજ શિક્ષકો દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.

- text