તપોવન વિદ્યાસંકુલમાં સંસ્કૃતિ પ્રદર્શન – બિઝનેશ ટાયકુનનો પ્રારંભ : કાલે મંત્રી મેરજા લેશે મુલાકાત

- text


 

બે દિવસીય કાર્યક્રમનો આજથી રંગારંગ પ્રારંભ : પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા

મોરબી: તપોવન વિદ્યા સંકુલ-જેતપુર દ્વારા આજથી બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકૂન એવોર્ડ-2021નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના સ્ટોલની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઇ બાળ ઉદ્યોગ સાહસિકોને બિરદાવ્યા હતા.આ ઉપરાંત આવતીકાલે મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે.

વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા માટે,વિદ્યાર્થીઓનું વૈશ્વિક જરુરીયાત મુજબ ઘડતર કરવા, વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ વિકસાવવા, વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત આજરોજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.

તપોવન વિદ્યા સંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
પિયુષભાઈ બોપાલિયા-યુવા આર્મી ગ્રુપ તેમજ તેમની ટીમ પણ દીપ પ્રાગટ્યમાં હાજર રહી હતી.તેમજ દરેક વિદ્યાર્થીઓને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

પારુલ યુનિવર્સિટી-વડોદરાની ટીમ દ્વારા મુલાકાત કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીનું માર્ગદર્શન પણ બે દિવસ દરમિયાન આપવામાં આવશે.11-12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જુદા-જુદા પ્રકારના 18 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે જ 15000-17000 જેટલા લોકોએ તપોવન વિદ્યા સંકુલની મુલાકાત લીધી હતી અને પ્રદર્શનના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિને વધુ સારી રીતે ઉજાગર કરી હતી.તેમજ સ્ટોલમાંથી ખુબ જ ખરીદી પણ કરી હતી અને બાળ ઉદ્યોગ સાહસિકોને બિરદાવ્યા હતા.

- text

આવતી કાલ 26 ડિસેમ્બરના રોજ મુખ્ય મહેમાનમાં બ્રિજેશ ભાઈ મેરજા( મંત્રી,ગુજરાત રાજ્ય ),જીગ્નેશભાઈ કૈલા( ઉપપ્રમુખ,મોરબી જિલ્લા પંચાયત), અજયભાઈ લોરિયા (બાંધકામ સમિતિ ચેરમેન,જિલ્લા પંચાયત મોરબી) વિશાલભાઇ ઘોડાસરા (પ્રમુખ,મોરબી જિલ્લા બીજેપી યુવા મોરચો) વગેરે હાજર રહી તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે અને કાર્યક્રમ નિહાળશે.

આ કાર્યક્રમ આવતી કાલે પણ ચાલુ છે તો દરેક લોકોને બહોળી સંખ્યામાં હાજરી આપવા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ જીતુભાઇ વડસોલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text