યુવાની ઘાતકી રીતે હત્યા કરી સળગાવી નાખી નર્મદા કેનાલમાં ફેંકી દેવાયો

- text


હળવદના ચરડવા નજીક આવેલ સમલી ગામની કેનાલમાંથી રહસ્યમય રીતે લાશ મળતા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

હળવદ : મોરબી જિલ્લામાં ગુન્હેગારો બેખોફ બની ગુન્હાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેકતા હોય તેવી સ્થિતિ વચ્ચે આજે હળવદના ચરાડવા નજીક આવેલ સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા સનસનાટી મચી ગઇ છે અને ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ સમલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતકની ઉપર 25થી 30 વર્ષ જેટલી છે અને હત્યારાઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી લાશને સળગાવી નાખી હોવાનું પણ બહાર આવ્યું છે. બીજી તરફ ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનાની જાણ થતાં મોરબી એલસીબી ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text