મોરબીમાં રામચરિત માનસ કથા શ્રવણનો દરરોજ મોટી સંખ્યામાં લાભ લેતા ભાવિકો

- text


 

મોરબી: ભગવાન કુબેરનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં હાલ રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે.

- text

મોરબીના ભગવાન કુબેરનાથ મહાદેવ મહાદેવ મંદિરની અંદર તારીખ 20 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર સુધી રામ ચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં શાસ્ત્રી આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે રામચરિત માનસ કથામાં ભગવાન શ્રીરામ જન્મનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ રામ જન્મ પ્રગટ થવાના કારણો સહિતની વાતો પર ભાવિક ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથાનો દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે. સાથે જ શાસ્ત્રીજીના ફેસબુક એકાઉન્ટ https://www.facebook.com/jigneshbhai.pandya પર પણ આ કથા લાઈવ કરવામાં આવે છે. તેથી આ કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text