મોરબીમાં મહિલાઓએ કિચન ગાર્ડનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે મેળવી માહિતી

- text


અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટની એક દિવસીય તાલીમ સંપન્ન

મોરબી : “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” તરીકેની તાલીમ આપવાની નવી યોજનાના તાલીમ વર્ગો બાગાયત નિયામકની હાજરીમાં ઓનલાઈન માધ્યમથી શરુ થઇ તેના ઉપક્ર્મે નાયબ બાગાયત નિયામકની ક્ચેરી, મોરબી અને કે.વી.કે. મોરબીના સંયુક્ત ઉપક્ર્મે તા.૨૦-૧૨-૨૦૨૧ ના રોજ કે.વી.કે. ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં કિચન ગાર્ડનીંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમા મુખ્યત્વે કિચન ગાર્ડ્ન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો ટેરેસ ગાર્ડન અને ઇન્ડોરગાર્ડનનું મહત્વફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાતો અને તેનુ નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામક આર.કે. બોઘરા, મોરબી બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી.જી. પ્રજાપતિ, મોરબી કે.વી.કે.ના વિષય નિષ્ણાંત ડી.એ. સરાડવા તેમજ ૪૫ થી વધુ મહિલાઓ એ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમ નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text