મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 25મીએ તુલસી દિવસ ઉજવાશે

- text


પ્રાકૃતિક વસ્તુઓના રાહત દરે વેચાણ સહિતના કાર્યક્રમો યોજાશે : અટલ ટીંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરાશે

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે. સાથે અટલ ટીંકરિંગ લેબનું ઉદ્ઘાટન થશે.

આગામી 25 ડિસેમ્બરે શનીવારના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વખતે શાળા દ્વારા પાંચ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી.

આ વર્ષે ૨૫ ડિસેમ્બરે નાતાલના દિવસે તુલસી દિવસની ઉજવણી સાથે સાથે સાર્થક વિદ્યામંદિરમાં તુલસીના રોપા અને માંજરનું વિતરણ, નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન/નિરંતર યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન, વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, વિવિધ વિષયો પર પ્રદર્શની વગેરે કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં સવારે 8થી 9-30 વાગ્યા સુધી સ્ટેજ કાર્યક્રમ તથા પ્રદર્શની સવારે 9-30થી 12-30 અને બપોરે 1-30થી 4-30 વાગ્યા સુધી યોજાશે. માસ્ક અને સામાજિક અંતરના પાલન સાથે મોરબીની જનતાને શાળા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text