વાંકાનેરના ભાયાતી જાબુડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા!

- text


સરપંચ અને સભ્યો માટે એકેય ઉમેદવાર મેદાનમાં ન રહેતા હવે ચૂંટણી નહિ યોજાઈ

વાંકાનેર : કદી ન જાણ્યું ન સાંભળ્યું હોય એવું વાંકાનેરના ભાયાતી જાબુડિયા ગામે બન્યું છે. જેમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. સરપંચ અને સભ્યો માટે એકપણ ઉમેદવાર મેદાનમાં ન રહેતા હવે આ ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ યોજાઈ. ગામને સમરસ કરવા માટે સમસ્ત ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.

દેશીની કોઈપણ જેમાં સંસદથી માંડીને ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને તેમાં તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી એવી ઘટના કદાચ ક્યારેય બની નહિ હોય. કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારોની દાવેદારી નોંધવવા માટે ભારે હોડ જમતી હોય છે. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવા ગરમાં ગરમીભર્યા રાજકીય વાતાવરણ વચ્ચે વાંકાનેરના ભાયાતી જાબુડિયા ગામમાં વિચિત્ર ઘટના સામે આવી છે.

- text

ભાયાતી જાંબુડિયા ગામનું રાજકારણ સમરસ રાજકારણ છે. આ વખતે સમજૂતી મુજબ જે નક્કી થયું હતું, એમને ફોર્મ ભર્યા પહેલા અન્ય કોઈ વ્યક્તિ ફોર્મ ભરતા જેથી કરીને જેમને ફોર્મ ભરવાના હતા. એ ગ્રૂપે ફોર્મ ભર્યા નહીં અને આ મામલો ગામની નિર્ણાયક સમિતિ સામે આવતા એવું નક્કી કરવામાં આવ્યું કે, જે ફોર્મ ભરાયેલા છે તે બધાએ પાછા ખેંચી લેવા જેથી ગામની પરંપરા જળવાઈ રહે અને ગામ સમરસ થાય. આથી જે લોકોએ ફોર્મ ભર્યા હતા તે તમામે ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

આમ ગામમાં વાદવિવાદ ન થાય, સમજૂતી ભર્યું રાજકારણ રહે અને ગામ સમરસ થાય એ માટે સમજૂતી પૂર્વક સરપંચ અને તમામ સભ્યોનાં ફોર્મ પાછા ખેંચ્યા હતા. હાલમાં ભાયાતી જાંબુડીયા ગામમાં ચૂંટણી નહીં યોજાય પણ હવે પછી ફરીથી જાહેરનામું બહાર પડશે અને ત્યારે ચૂંટણી થશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text