ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ ગેરી ક્રિસ્ટન અને મોર્ની મોર્કેલ સાથે ચિંતન મનન કરતા મોરબીના ક્રિકેટ કોચ

- text


મોરબીના કોચે ટી ૨૦ ક્રિકેટ સહિતના મુદે ગેરી ક્રિસ્ટન અને મોર્ની મોર્કેલ સાથે વેબિનારમાં ત્રણ કલાક લાંબી ચર્ચા કરી

મોરબી : મોરબી ક્રિકેટ એસોસીએશનના ચીફ કોચ નિશાંત જાનીએ તાજેતરમાં ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગેરી ક્રિસ્ટન અને સાઉથ આફ્રિકી બોલર મોર્ની મોર્કેલ સાથે ૩ કલાક લાંબી વેબિનાર મીટીંગમાં ભાગ લઈને ટી ૨૦ ક્રિકેટ સહિતના મુદે ચર્ચા કરીને નવી જાણકારી પ્રાપ્ત કરી હતી.

મોરબી ક્રિકેટ એસોના ચીફ કોચ નિશાંત જાનીએ વેબિનાર મીટીંગમાં ક્રિકેટ ફિલ્ડમાં અપગ્રેડ અને અપડેટ રહેવું જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય પ્લેયર્સ પાસેથી વિવિધ ટેકનીક શીખી તેઓ તેના પ્લેયર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવવા હમેશા તત્પર રહે છે અને સારું કોચિંગ આપી શકે તેવા હરહમેશ પ્રયાસ કરતા રહે છે.જે પ્રયાસના ભાગરૂપે હાલ ટી-૨૦ ક્રિકેટ યુવાનોને ઘેલું લગાડ્યું છે ત્યારે ટી-૨૦ માઈન્ડસેટ, ટીમ કલ્ચર ટુર્નામેન્ટ પૂર્વે અને પછી તેમજ ખેલાડીઓ સાથે ઈફેક્ટીવ કોમ્યુનીકેશન ઉપરાંત મેનેજમેન્ટ અંગે કોચનો શું રોલ હોય છે તે સંદર્ભે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ ગેરી ક્રિસ્ટન અને મોર્ની મોર્કેલ સાથે ચિંતન મનન કરી વિસ્તૃત ચર્ચા કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે અને મોરબીનું ગૌરવ વધારે તેવા પ્રયાસો કરતા રહે છે. ત્યારે ચીફ કોચ પણ નવી નવી માહિતી અને ટેકનીક શીખીને ખેલાડીઓને સઘન તાલીમ આપી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text