મોરબીમાં બ્લડની જરૂરીયાત તાકીદે પૂરી કરતુ યુવા આર્મી ગ્રુપ

- text


મોરબી : મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાજેતરમાં એ પોઝિટિવ અને એ નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી કરવામાં આવી છે.

મોરબીમાં આયુષ, સમર્પણ જેવી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવેલ દર્દીઓ માટે એ પોઝિટિવ બ્લડની સોર્ટેજ ઉભી થઈ હતી. જેની જાણ સંસ્કાર બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી. જે માટે થઈને યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 10 બોટલ એ પોઝિટિવ તથા અન્ય એક દર્દી માટે 1 બોટલ એ નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બ્લડની જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે રક્તદાન કરવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text