મોરબીના રવાપર રોડ ઉપર ગટર ઉભરાતા વેપારીઓ ત્રસ્ત

- text


તૂટેલા રોડ ઉપર ગટરના પાણીના ખાબોચિયા ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે મુશ્કેલી

મોરબી : મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. જેમાં તૂટેલા રોડ ઉપર ગટરના પાણીના ખાબોચિયા ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તંત્ર આ ગટરની સમસ્યા ઉકેલવવા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબીના રવાપર રોડ ઉપર પેટ્રોલ પંપની સામે છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાઈ રહી છે અને તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ગટરના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે. જો કે આ રોડ ઉપર અગાઉથી ખાડા ખબડા પડેલા હોય ગટરના પાણી એ ખાડામાં ભરાતા લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ રોડ ઉપર અનેક દુકાનો આવેલી છે. આથી તૂટેલા રોડ ઉપર ગટરના પાણીના ખાબોચિયા ભરાતા વેપારીઓના ધંધા ઉપર અસર પડી છે અને વાહન ચાલકોને પણ રોડ ઉપર ભરેલા ગટરના ખાબોચિયાથી ભારે હાલાકી પડતી હોય તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text