મોરબીના ઉદ્યોગકારોએ વાઈબ્રન્ટ સમીટમાં ભાગ લેવા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરની અપીલ

- text


જિલ્લાના તમામ અસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક યોજાઈ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ નું તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૨/૦૧/૨૦૨૨ દરમ્યાન આયોજન થનાર છે. જે અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા સીરામીક એસોસીએનશન હોલ ખાતે મોરબી જિલ્લાના તમામ અસોસીએશન તથા મોરબી અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું.

આ બેઠકમાં જિલ્લાના એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી.

આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. ભાટીયાએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ www.vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text