મોરબીમાં વિકાસ વિદ્યાલય ખાતે જરૂરીયાતમંદ બાળાઓને વિનામુલ્યે એડમીશન અપાશે

- text


મોરબી : મોરબીમાં વિકાસ વિદ્યાલયમાં જરૂરીયાતમંદ બાળાઓને વિનામુલ્યે અભ્યાસ માટે એડમીશન આપવામાં આવશે

મોરબી જીલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા મોરબી જીલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અંતર્ગત એક વાલી વાળા બાળાઓને વિનામુલ્યે કોઇપણ ચાર્જ લીધા વગર વિકાસ વિદ્યાલયમાં કાળજી અને રક્ષણ હેઠળ દાખલ કરવામાં આવશે તેમજ બાળાઓને અભ્યાસ પુરો પાડવામાં આવશે તેમજ બાળાઓનો જીવન જરૂરીયાત તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે.

- text

તો બાળાઓને સંસ્થામાં દાખલ કરી ભણાવવા માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ – વિકાસ વિદ્યાલય, શોભેશ્વર રોડ, કલ્યાણ ગ્રામ, મોરબી ખાતે ભરતભાઇ નિમાવત (મો. 94282 10149)નો રજા સિવાયના દિવસોમાં સંપર્ક કરવા મોરબી જીલ્લાના તમામ વિધવા બહેનો તથા વિકલાંગ માતા-પિતાને યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text